Share this
[easy-social-share counters=0 style="icon" point_type="simple"]
બાળકો મુકત રીતે રમી શકે તે માટે એક દિવસ માટે સીજી રોડને ટ્રાફિક ફ્રી કરાયો શેરી નાટક-ડાન્સના કાર્યક્રમ
નાગરિકો અને બાળકોમાં રોડ સેફિ્ટ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર કાર્યક્રમ ‘અ વોકર્સ પેરેડાઇઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
તે અંતર્ગત શેરી નાટક, ડાન્સ અને પોલીસ બેન્ડ સહિત સંગીતના કાર્યક્રમો જોવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાળકોએ પણ હંમેશા ટ્રાફિકથી ભરચક રહેતા સીજી રોડ પર મુકતપણે હરવા-ફરવાની, સાયકલ ચલાવવાની અને સ્કેટિંગની મઝા માણી હતી.
આ કાર્યક્રમ બાળકો મુકત રીતે માણી શકે તે માટે સીજી રોડ પર એક દિવસ માટે કારસહિત તમામ ટ્રાફિક પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ડીસીપી ટ્રાફિક એમએમ અનારવાલાએ જણાવ્યું હતું કે, ટોય ટ્રેનના માઘ્યમથી બાળકોને ગમ્મત સાથે ટ્રાફિક નિયમોની માહિતી અપાઇ હતી.
એટલું જ નહીં, ટ્રાફિક નિયમો આધારિત શેરી નાટકો ભજવાયાં હતાં જેમાં સ્કૂલોનાં વિધાર્થીઓ ઉપરાંત જાણીતા નાટ્ય કલાકારોએ અભિનય કર્યોહતો. અમદાવાદને રોડ સેફટિની બાબતમાં સુરક્ષિત શહેર બનાવવું હોય તો આજનાં બાળકોમાં રોડ સેફટિના સંસ્કાર રોપવા જરૂરી છે.
અમદાવાદ પોલીસ બેંડના જવાનોએ સારે જહાં સે અરછા હિન્દુસ્તાં હમારા… યે ભારત દેશ હે મેરા… જેવી ધૂનો વગા઼ડીને સીજી રોડ પર લોકોનું મન મોહી લીધું હતું. બાળકો પોતાનું ટેલેન્ટ રજૂ કરી શકે તે માટે સીજી રોડ પર ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. સ્ટેજ પર ડાન્સ અને સંગીતનું સુંદર પ્રદર્શન કરી રહેલાં બાળકોને જોવા લોકોની ભીડ જામી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહીને રાજયના પોલીસ વડા ખંડવાવાલા અને એસીપી ટ્રાફિક અતુલ કરવલે ટ્રાફિકના નિયમોનું મહત્ત્વ સમજાવ્યું હતું.